GPSC MAINS

પાક્ષિક લેખ -વિકેન્દ્રિત વિકાસ અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ: સૌરાષ્ટ્ર-કચ્છનું આર્થિક ભવિષ્ય

March 07, 2026 10 min read 57 views
Goverment Exam
તાજેતરમાં રાજકોટ ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સમાં સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના સર્વાંગી વિકાસ માટે ₹૫.૭૮ લાખ કરોડના ૫,૪૯૨ MoU સંપન્ન થયા છે. રાજ્ય સરકાર 'જિલ્લા GDP' વૃદ્ધિ અને ૬ રિજનલ ગ્રોથ હબના કન્સેપ્ટ દ્વારા વિકાસનું સચોટ વિકેન્દ્રીકરણ કરી રહી છે. અહીં રિન્યૂએબલ એનર્જી, હાઇ-ટેક મેન્યુફેક્ચરિંગ, સીવીડ ફાર્મિંગ અને બ્લૂ ઇકોનોમી જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં વ્યાપક સંભાવનાઓ રહેલી છે. આ નવતર પ્રાદેશિક જંગી રોજગારીનું સર્જન કરશે અને ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવશે .

 

વિકેન્દ્રિત વિકાસ અને વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ

 સૌરાષ્ટ્ર-કચ્છનું આર્થિક ભવિષ્ય

      'વિકાસ અને વિરાસત' ના મંત્ર સાથે તાજેતરમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશ માટે 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ'નું આયોજન કરવામાં આવ્યું હતું. બે દાયકા પૂર્વે એક સપનાથી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ હવે માત્ર મેગા સિટીઝ કે વૈશ્વિક રોકાણ પૂરતી સીમિત રહેતા, જિલ્લા અને પ્રાદેશિક સ્તરે પહોંચીને ગ્લોબલ ગ્રોથ અને પાર્ટનરશિપનું મજબૂત પ્લૅટફૉર્મ બની ગઈ છે.

ગુજરાત અર્થતંત્રના સંદર્ભમાં સંભાવનાઓ

રાજ્યના આર્થિક વિકાસને વધુ વ્યાપક બનાવવા માટે રિજનલ મોડેલ ખૂબ અગત્યનું છે, જેના મુખ્ય પાસાં નીચે મુજબ છે:

  • રોકાણ અને રોજગારીનું વિકેન્દ્રીકરણ: કૉન્ફરન્સમાં માત્ર બે દિવસમાં રૂ. .૭૮ લાખ કરોડના ૫૪૯૨ સમજુતી કરાર (MoU) સંપન્ન થયા છે, જે સ્થાનિક સ્તરે જંગી રોજગારીનું સર્જન કરશે.
  • નવા ગ્રોથ એન્જિન (રિજનલ હબ): રાજ્ય સરકારે માત્ર રાજ્યના GDP પર નિર્ભર રહેવાના બદલે 'ડિસ્ટ્રિક્ટ GDP' (જિલ્લા સ્તરીય જીડીપી) નો કન્સેપ્ટ અપનાવ્યો છે અને રિજનલ ગ્રોથ હબ વિકસાવવાની પહેલ કરી છે, જે સંતુલિત પ્રાદેશિક વિકાસ માટે આવશ્યક છે.
  • સૌરાષ્ટ્ર-કચ્છની ઔદ્યોગિક ક્ષમતાનો મહત્તમ ઉપયોગ:
    • રિન્યૂએબલ એનર્જી: કચ્છમાં પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો (૩૦ ગીગાવૉટ ક્ષમતાનો) હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. ઉપરાંત જામનગર અને કચ્છ ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદનના વૈશ્વિક કેન્દ્રો તરીકે ઊભરી રહ્યા છે.
    • MSME અને હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ: રાજકોટમાં કાર્યરત અઢી લાખથી વધુ MSME એકમો સ્ક્રૂથી લઈને રૉકેટ સુધીના પાર્ટ્સ બનાવી રહ્યા છે. ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગનું ૯૫% ઉત્પાદન એકલું રાજકોટ કરે છે, જે ડિફેન્સ અને એરોસ્પેસ માટે મહત્ત્વપૂર્ણ છે.
    • બ્લૂ ઇકોનોમી (Blue Economy): કચ્છથી દ્વારકા સુધીના ૪૩૦ કિમીના લાંબા દરિયાકાંઠે 'સીવીડ ફાર્મિંગ' (દરિયાઈ શેવાળની ખેતી) થકી માછીમાર પરિવારો અને મહિલા સ્વ-સહાય જૂથોને આર્થિક રીતે સશક્ત કરવામાં આવી રહ્યા છે.
    • એગ્રો-કેમિકલ અને ટેક્સટાઇલ: સુરેન્દ્રનગર જિલ્લો મીઠાના વિપુલ ઉત્પાદનને કારણે 'સોલ્ટ-બેઝ્ડ કેમિકલ હબ' અને કપાસના ઉત્પાદનને કારણે 'ફાર્મ ટુ ફૅશન' ટેક્સટાઇલ હબ તરીકે વિકસી રહ્યો છે.

ભવિષ્યલક્ષી શક્યતાઓ

  • હાઈ-ટૅક્નૉલૉજી ઇકોસિસ્ટમ: ધોલેરામાં બની રહેલી સેમિકન્ડક્ટર ફેસિલિટી અને જામનગરમાં આયોજિત AI-રેડી ડેટા સેન્ટર ગુજરાતને ભવિષ્યની ટેકનોલોજીનું હબ બનાવશે.
  • ઇકો-ટૂરિઝમ: જામનગર નજીક ખીજડિયા પક્ષી અભયારણ્ય (રામસર સાઇટ) અને સોમનાથ-દ્વારકા બેલ્ટનું વિકાસ મોડેલ દર્શાવે છે કે ગુજરાતમાં ટકાઉ (Sustainable) પ્રવાસન ઉદ્યોગની અસીમ શક્યતાઓ છે.

પડકારો  અને નબળાઈ 

  • MoU નો ગ્રાઉન્ડ લેવલ પર અમલ: વર્ષ ૨૦૨૪ની સમિટના ૯૮ હજાર MoU માંથી સૌરાષ્ટ્ર-કચ્છના ૭૮% પ્રોજેક્ટ કમિશન્ડ થયા છે. દર ઉત્તમ છે, પરંતુ બાકીના મેગા પ્રોજેક્ટ્સને સમયસર શરૂ કરવા માટે જમીન સંપાદન અને પર્યાવરણીય મંજૂરીઓની પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનાવવી પડે.
  • કૌશલ્ય અને ઉદ્યોગોની માંગ વચ્ચેનો તફાવત: સેમિકન્ડક્ટર, AI અને ગ્રીન એનર્જી જેવા અત્યાધુનિક ક્ષેત્રો માટે પરંપરાગત શિક્ષણ પૂરતું નથી. 'કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી' જેવા પ્રયાસો છતાં, ભવિષ્યમાં હાઇ-સ્કિલ્ડ માનવબળની અછત એક મોટો પડકાર બની શકે છે.

આગળનો માર્ગ 

  • R&D અને સ્ટાર્ટઅપ સપોર્ટ: પ્રોટીન બાર બનાવતા કેશોદના યુવાન દીપ ઘીમેલિયા કે હસ્તકલા ક્ષેત્રે વાર્ષિક ૪૦ લાખ કમાતા સુમરાસર ગામનાં ગીતાબહેન જેવા ઉદાહરણો દર્શાવે છે કે, ગ્રામીણ અને અર્ધ-શહેરી ઉદ્યોગ સાહસિકોને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) અને વૈશ્વિક માર્કેટિંગ પ્લેટફોર્મ પૂરું પાડવું જોઈએ.
  • પર્યાવરણ અને વિકાસનું સંતુલન: ઔદ્યોગિક ક્લસ્ટર્સની સાથે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને 'કોમર્શિયલ સ્કેલ રિયાલિટી' સાથે ક્લીન એનર્જીનો વ્યાપ વધારવો જરૂરી છે.

     વાઇબ્રન્ટ ગુજરાતનું વિકેન્દ્રિત મોડેલ સંતુલિત આર્થિક વિકાસ માટે એક માઈલસ્ટોન છે. તે દર્શાવે છે કે સાચી નીતિઓ થકી માત્ર મોટા ઉદ્યોગગૃહો નહીં, પરંતુ એક સામાન્ય શ્રમિક પણ ઉદ્યોગનો માલિક બની શકે છે (જેમ કે અલ્પેશ પાઘડાનું ઉદાહરણ). જિલ્લાઓને "વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ" થી જોડીને ગુજરાત દેશને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.

Practice Questions

2 descriptive questions based on this editorial

First question is free. Subscribe to unlock all 2 questions with detailed model answers. Subscribe
Q1
10 Marks Medium Free Preview

પ્રશ્ન :

"વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ ગુજરાતમાં વિકેન્દ્રિત વિકાસના નવા યુગની શરૂઆત છે." - આ વિધાનની સૌરાષ્ટ્ર-કચ્છના આર્થિક પરિપ્રેક્ષ્યમાં સમીક્ષા કરો. (૧૦ ગુણ)

Model Answer

તાજેતરમાં રાજકોટ ખાતે 'વિકાસ અને વિરાસત'ના મંત્ર સાથે યોજાયેલી 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ' એ ગુજરાતની વિકાસયાત્રામાં એક સીમાચિહ્નરૂપ ઘટના છે. બે દાયકા પૂર્વે શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ હવે મોટા શહેરોથી આગળ વધીને પ્રાદેશિક અને જિલ્લા સ્તરે પહોંચી છે.

  • વિકેન્દ્રિત આર્થિક મોડેલ: રાજ્ય સરકારે માત્ર રાજ્યના એકંદર GDP પર ધ્યાન આપવાને બદલે 'ડિસ્ટ્રિક્ટ GDP' (જિલ્લા સ્તરીય જીડીપી) નો કન્સેપ્ટ અમલી બનાવ્યો છે. ૬ રિજનલ ગ્રોથ હબ વિકસાવવાની પહેલ સંતુલિત પ્રાદેશિક વિકાસની દિશામાં મોટું પગલું છે.

  • રોકાણ અને રોજગારી: આ રિજનલ કૉન્ફરન્સમાં માત્ર બે દિવસમાં રૂ. ૫.૭૮ લાખ કરોડના ૫૪૯૨ MoU થયા છે. આ રોકાણ સ્થાનિક સ્તરે ઉદ્યોગોને વેગ આપશે અને ગ્રામીણ-અર્ધશહેરી વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી કરશે.

  • પ્રાદેશિક ક્ષમતાનો ઉભાર: * કચ્છ: ૩૦ ગીગાવૉટ ક્ષમતાના હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી પાર્ક દ્વારા કચ્છ એનર્જી હબ બની રહ્યું છે.

    • સૌરાષ્ટ્ર: રાજકોટના અઢી લાખ MSME અને ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં ૯૫% હિસ્સો તેને મેન્યુફેક્ચરિંગનું કેન્દ્ર બનાવે છે.

  • બ્લૂ ઈકોનોમી અને ટેક્સટાઇલ: ૪૩૦ કિમીના દરિયાકાંઠે 'સીવીડ ફાર્મિંગ' અને સુરેન્દ્રનગરના 'ફાર્મ ટુ ફૅશન' અભિગમ દ્વારા છેવાડાના વિસ્તારોનો આર્થિક વિકાસ સુનિશ્ચિત થઈ રહ્યો છે.

       આ રિજનલ મોડેલ 'વોકલ ફોર લોકલ' ના સૂત્રને વૈશ્વિક ફલક પર લઈ જાય છે, જે ગુજરાતને ભારતના ગ્રોથ એન્જિન તરીકે વધુ મજબૂત બનાવશે.

Q2
10 Marks Medium Premium

પ્રશ્ન :

સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશના આર્થિક વિકાસ સામેના પડકારો જણાવી, તેને ભવિષ્યલક્ષી ગ્રોથ હબ બનાવવા માટેના 'વે ફોરવર્ડ' (આગળનો માર્ગ) ની ચર્ચા કરો. (૧૦ ગુણ)

Model Answer

This is a premium model answer that provides a detailed analysis of the question. Subscribe to our plan to unlock full access to all editorial practice questions and their comprehensive model answers...